નવી દિલ્હી: કોરોના મહામારી સામે સમગ્ર દુનિયા પોત પોતાની રીતે લડત લડી રહી છે. પરંતુ આમ છતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે આકરા નિર્ણયો લઈ રહ્યાં છે તેને દુનિયા બિરદાવી રહી છે. આટલી બધી વસ્તી અને આટલા ઓછા સંસાધનો હોવા છતાં જે રીતે ભારતના પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત કોરોના સામે લડત લડી રહ્યો છે તેના વખાણ ચારેબાજુ થઈ રહ્યાં છે. વિશ્વના ટોપ રિચેસ્ટ પર્સન બિલ ગેટ્સે પત્ર લખીને પીએમ મોદીના વખાણ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus: આ 5 શહેરોએ વધારી મોદી સરકારની ચિંતા, જાણો શાં માટે?


પીએમ મોદીને પત્ર લખીને ગેટ્સે કહ્યું કે કોરોના વિરુદ્ધ જંગમાં તમે અને તમારી સરકારે જે રીતે યોગ્ય સમયે પગલાં લીધા તેને અમે બિરદાવીએ છીએ. ભારતે સમયસર સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું. આ ઉપરાંત હોટસ્પોટ વિસ્તારોની ઓળખ કરી અને કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવનારા લાખો લોકોને પ્રશાસનની મદદથી હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં. 


આ બધા ઉપરાંત કેન્દ્ર અને રાજ્યસરકારોએ મળીને વધુમાં વધુ ટેસ્ટિંગ કરવા પર ફોકસ કર્યું. જરૂર પડ્યે સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો. આ સાથે જ હેલ્થ સિસ્ટમને સતત મજબુત કરાઈ રહી છે. સરકાર તરફથી તમામ જરૂરી ઉપાય સમયસર થઈ રહ્યાં છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube